Saturday, June 1, 2019

અરમાન જીંદગીના પુરા થાય તો ઘણું છે,
બે-ચાર કામ સારા થાય તો ઘણું છે.
સાહેબ
મુશ્કેલ જીંદગાની એની તો મજા છે,
ઝિગરથી ઝામ એનો ઝીરવાય તો ઘણું છે.
લવલેશ મોતનો ડર મુજને સતાવે,
પણ મહેફિલમાં ક્યાંક ખોટ મારી વરતાય તો ઘણું છે.
વધુ નથી અભરખો બાકી હવે જીવનમાં,
પણ ઇજ્જતનું કફન ઓઢી ને મરાય તો ઘણું છે

1 comments:

આ રચના કોની છે.. ન?

REPLY

Message King . 2017 Copyright. All rights reserved. Designed by Blogger Template | Free Blogger Templates