Thursday, July 30, 2020

કોરોના કોરોના રમતાતા
ડરી ડરી ને ફરતાતા
બીતા બીતા જીવતાતા
ઘરમાં ને ઘરમાં રેહેતાતા
ભુકંપમાં  બહાર ભાગતાતા
આચકા આવેને બીતાતા
જે મળે એ ખાતાતા
દૂધ ને શાક જ લાવતાતા
પોલીસ જોઈ ભાગતાતા
દવાખાનાથી બીતાતા
માસ્ક પેરી ફરતાતા
વારંવાર  હાથ ધોતાતા
છીંક ખાતા  બીતાતા
સામાજિક અંતર રાખતાતા
રોજ રામાયણ જોતાતા
ટીવી મોબાઈલ જોતાતા
સંગીત  ઘરમાં ગાતાતા
ગંજીપત્તા રોજ રમતાતા 
પૂરું નેટ વાપરતાતા
વજન ખૂબ વધારતા
રોજ ઉકાળા પિતાતા
રોજ નવું-નવું  ખાતાતા
ચીન ને ગાળો દેતાતા
આમ દાડા કઢતાતા
આને લોકડાઉન કેતાતા.

Message King . 2017 Copyright. All rights reserved. Designed by Blogger Template | Free Blogger Templates